પ્રેમ પ્રકરણથી નારાજ ભાઈનો પિત્તો ગયો, ઉપલેટામાં યુવક-યુવતીને સરાજાહેર છરીના ઘા ઝીંકી પતાવી દીધા, જોનારાનો જીવ પણ અધ્ધર થઈ ગયો!

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાતમાં જાહેરમાં હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. એ જ અરસામાં આજે સવારે પણ ઉપલેટામાં આવી એક ચકચારી ઘટના સામે આવી છે અને જેના કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ઉપલેટામાં આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ એક ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. યુવક-યુવતીને પોતાના જ ભાઈએ રહેંસી નાખ્યા છે. આ ઘટના પ્રેમ પ્રકરણને કારણે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લવ મેરેજના કારણે પોતાના જ ભાઈએ આવું કૃત્યુ કર્યું એવું જાણવા મળી રહ્યું છે.

વિગતો મળી રહી છે કે ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હીના સોમજીભાઈ સીગરખીયા (ઉં.વ.30)ને યુવતીના ભાઈએ છરીના આડેધડ ઘા મારી હત્યા કરી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. થોડા દિવસો પહેલા જ યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલમાં યુવક અને યુવતીનો મૃતદેહ ઘટનાસ્થળે પડ્યો જોવા મળ્યો હતો.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly