આજે ગુજરાતની 89 બેઠકો પર પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સામાન્ય જનતાથી લઈને સેલેબ્રિટી બધા જ પોતાની ફરજ પુરી કરવા માટે મતદાન કરવા માટે જઈ રહ્યા છે. જો કે એક વસ્તુ એ પણ જોવા જેવી છે કે જામનગર ઉત્તરનાં ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટ પશ્ચિમ સીટમાં આવેલી આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. ત્યારે લોકો વિચારી રહ્યા છે કે જો રીવાબા ચૂંટણી જામનગરથી લડી રહ્યા છે તો પછી રાજકોટથી કેમ મતદાન કરી રહ્યા છે. પરંતુ એનુ કારણ એવું છે કે તેમનું રાજકોટની મતદારયાદીમાં નામ છે. જ્યારે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. જો એ બેઠકની વાત કરીએ તો રાજકોટ પશ્ચિમ સીટ પરથી 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને 2017માં તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી જીત્યા હતા. જ્યારે હોટ સીટ બનેલી ગોંડલ સીટનાં ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું. ચૂંટણીના બે દિવસ પહેલા જયરાજસિંહ અનિરુદ્ધસિંહને જાહેર સભામાં પડકાર્યા હતા અને અનેક આક્ષેપ કર્યા હતા. જો કે 8 ડિસેમ્બરે જ ખબર પડે કે આખરે કોની જીત અને કોની હાર થાય છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. રિવાબાને સમગ્ર પ્રચાર દરમિયાન તેમના નણંદ નયનાબા અને સસરા અનિરુદ્ધસિંહ જાડેજાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં આ બંને કોંગ્રેસ પક્ષના છે અને ભાજપે જામનગરમાંથી રિવાબાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હવે મતદાન દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાએ પારિવારિક લડાઈને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે છે. પારિવારિક ઝઘડા પર તેમણે કહ્યું કે પાર્ટીનો મામલો પારિવારિક મામલાથી અલગ છે. આપણે આપણા પક્ષ સાથે જોડાયેલા રહેવું જોઈએ. હું વર્ષોથી તેની સાથે છું. આ પાર્ટીનો મામલો છે, પારિવારિક સમસ્યા નથી.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જામનગરની ઉત્તર બેઠક પર મતદાન કરવા પહોંચ્યા. આ દરમિયાન વોટ આપ્યા બાદ તેણે પોતાનો ફોટો પણ પડાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમના પત્ની અને જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. જાડેજાએ કહ્યું કે હું લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું.