બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા પર કરેલી ટિપ્પણીને લઈને કલાકારો અને સાધુ સંતોના નિવેદન સામે આવી રહ્યા છે એ જ અરસામાં સાંસદ રમેશ ધડુકે પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો-સ્વામી અલગ-અલગ છે. હવે એક સંત કે સ્વામી બોલ્યા તો બધા સ્વામિનારયણ સંતો અને સ્વામી તેમાં આવી જતાં નથી.
સાંસદ ધડુકે આગળ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા એવા હોતા નથી. કોઈ એક બોલે એમાં આખો સંપ્રદાય આવતો નથી. એક સ્વામી ખરાબ બોલે એટલે આખો સંપ્રદાય ખરાબ છે એવું નથી. સ્વામિનારાયણના સંત દ્વારા કરવામાં આવેલા નિવેદનને હું વખોડું છું. સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે બધા પોત-પોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનને માનતા હોય.
રમેશ ધડુકે પોતાની વાત કરી કે આ મુદ્દામાં તમે જો રાજકારણ લઈને આવો તો કોઈપણ ધર્મની લાગણી દુભાય. કોઈની લાગણી દુભાય એવા કોઈએ નિવેદન કરવા જોઈએ નહીં. દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે. કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ. તો વળી સાળંગપુર મામલે પણ રમેશ ધડુકે કહ્યું કે ખરેખર આ મામલે કોઈ ટિપ્પણી કરવાની ન હોય અને ધર્મ છે એ બધાને ખબર છે કે કોણ મોટા છે.
ઓહ બાપ રે: ગુજરાતથી મથુરા જતી બસનો અકસ્માત, 11 લોકોના મોતથી હાહાકાર, 20 અતિ ગંભીર હાલતમાં
સામાન્ય માણસ માટે સૌથી મોટી રાહતના સમાચાર, મોંઘવારી ઘટી ગઈ, શાકભાજી સહિત તમામ ખાદ્યપદાર્થો સસ્તા થયા
મહાદેવ મોટા છે, હનુમાનદાદા મોટા છે કે કૃષ્ણ મોટા છે એ બધાને ખબર છે, એટલે બને ત્યાં સુધી આમાં કોઈ ટિપ્પણી કરવાની ન હોય. બધા ધર્મ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય તો આમાં ક્યાંય રાજકારણ લાવવું ન જોઈએ અને આમાં ખોટા વિવાદો ઊભા કરવા ન જોઈએ.