Gujarat News: મૂળ કેરલના વતની અને છેલ્લા ૨ વર્ષથી સુરતની SVNIT કેમ્પસમાં રહી આદર્શ ઉન્નીએ M.Tech – માસ્ટર ઓફ ટેકનોલોજી વિદ્યાશાખામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. SVNIT ના ૨૦માં દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ખેડૂત પિતાના સ્વપ્નને પૂર્ણ થયુ હતું.
આદર્શ ઉન્નીએ જણાવ્યું હતું કે, સુરતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિટી પ્લાનિંગ અમેઝિંગ છે. સુરત વિશે એક અનેરો નાતો બંધાયો છે. સુરત એ ફેસ્ટિવલનું શહેર બન્યું છે. મોજીલા સુરતવાસીઓ અને સુરત હંમેશા યાદ રહેશે. હાલ હું દુનિયાની અગ્રીમ Ge એરોસ્પેસ કંપની બેંગ્લોર ખાતે એડિશન એન્જિનિયર તરીકે જોબ કરું છું. આગળ P.hd કરવાની તૈયારી છે. ભવિષ્યમાં એરોસ્પેસ સેક્ટરમાં કરિયર બનાવીને દેશ સેવામાં કરવાની મહેચ્છા વ્યકત કરી હતી