Gandhinagar News: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આવતીકાલે સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે. તેમજ તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આવતી કાલે ભરતીની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી રહેલી જગ્યાઓ ઉપર આ ભરતી થવા જઈ રહી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે.
હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અદાણીએ તોડ્યું મૌન, પહેલી પ્રતિક્રિયામાં કહી આ મોટી વાત…
આવતતીકાલ એટલે કે 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે અને દરેક વર્ગની માહિતી વેબસાઈટ ઉપર વહેલા ધોરણે મુકવામાં આવશે.