ઉકરડીથી નર્મદાની કેનાલને જોડતો રસ્તો, નોન પ્લાન રોડ , 2 કિમિ , 1 કરોડ અને 15 લાખ નો મંજૂર થતા ગામના લોકોએ ર્ડા તેજશ્રીબેનનો, ભાજપ સંગઠનનો, તાલુકા પંચાયત ડેલીગેટનો, જિલ્લા પંચાયત ડેલીગેટનો આભાર માન્યો હતો. આમ તો ફક્ત 2 કિમિનો જ રોડ હતો પણ લોકોને ફરી ફરીને જવામાં 15થી 20 કિમિનો ફેર પડી જતો હતો.
ત્યારે હવે લોકોનો ટાઈમ બચી જશે, સાથે સાથે ડીઝલ અને પેટ્રોલ પણ બચી જશે. ર્ડા તેજશ્રીબેને ભારતીય જનતા પાર્ટી ની રાજય સરકારનો આભાર માની ખાતમુહૂર્ત કર્યું હતું.