ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે રજૂ કરેલ અંદાજપત્રમાં ૨૦૨૨-૨૩ માટે નાના કર્મચારીવર્ગને રાહત આપી છે. સરકારે પ્રોફેશનલ ટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી છે.
• નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ સ્પીચના અંતે કહ્યું કે કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ કરવામાં આવે અને સામાન્ય જનમાનસના શિરે નવા કોઈપણ કરવેરાની જાહેરાત પણ નહિ કરવાનો સરકારે નિર્ણૅય કર્યો છે.
• જાેકે સામાન્ય પગારદારોને રાહત આપતા સરકારે ૧૨,૦૦૦ સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. કનુ દેસાઈએ કહ્યું કે ૧૫ લાખ કરદાતાઓને આ રાહત મળશે.
• પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે ૧૯૮ કરોડની આવક જતી કરવી પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.