(કમલેશ પટેલ ) કુકરવાડા : શ્રી 11 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કુકરવાડા 11 સમાજ પાટીદાર વાડીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.
સમાજના પ્રમુખ અંબાલાલ પટેલ તેમજ મુખ્ય દાતા વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ કુકરવાડા ગામના સરપંચશ્રી ભગવતી બેન ભરતભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તેજસ્વી તારલાઓનું સન્માન મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને કરવામાં આવ્યું હતું આ સન્માન સમારંભ 2020 અને 2021નું આયોજન કરવામાં આવેલ હતું.
આ સુંદર પ્રોગ્રામનું આયોજન શ્રી નટવરભાઈ પટેલે તેમજ તેમની ટીમે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.