ભવર મીણા ( પાલનપુર ): બનાસકાંઠા તેમજ રાજસ્થાન માં અતિ ભારે વરસાદ ની હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ધોધમારવરસાદ થી રોડ નદી માં પરિવર્તન થઈ ગયા છે.તો પાણી ના ધસમસતા પ્રવાહ માં પુલ વહી ગયા હોવાથી કેટલાક ગામો સમ્પર્ક વિહોણા બની ગયા છે.જોકે બનાસકાંઠા તેમજ સિરોહી જિલ્લા નું વહીવટી તંત્ર વરસાદ ની તમામ ગતિવિધિઓ પર નજર રાખી બેઠું છે.
રાજસ્થાન ના સિરોહી અને બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ ની આગાહી કરવા માં આવી હતી જે આગાહી મુજબ સોમવાર ની રાત થી અવરીત સાર્વત્રિક વરસાદે બન્ને જિલ્લા ને ઘમરોળી નાખ્યા છે.બન્ને જિલ્લાઓ માં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી નદી નાળાઓ માં ધસમસતો પાણી નો પ્રવાહ વહી રહ્યો છે.આબુરોડ નજીક તરતોલી મુગથલા ને જોડતો પુલ નો એક ભાગ તૂટી ગયો હતો તો બીજી તરફ આબુરોડ શહેર માં માર્ગો પાણી થી તરબોળ થયા હોય તેમ પાણી વહી રહ્યું છે
આબુરોડ-અંબાજી અમીરગઢ સહિત ના વિસ્તાર માં ભારે વરસાદ ના લીધે બનાસનદી માં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ હોવાથી આગોતરા આયોજન મુજબ અમીરગઢ તાલુકા નું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે
અમીરગઢ મામલતદાર વી.સી.રાવલે જણાવ્યું હતું કે , હવામાન વિભાગ ની આગાહી મુજબ મુશળધાર વરસાદ સર્વત્ર પડી રહ્યો છે તેવા સંજોગો માં નદી નાળા કે કોઈ અન્ય વહેતા પાણી માં ઉતરવું નહીં.