પાલનપુર: એક મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગતિવિધી તેજ બની છે ત્યારે જીગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં ભાજપને મોટો ખેલ પાડી દીધો છે.
કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હોવાનું સામે આવી રહ્યું છે.
આગામી ચૂંટણીને લઈ તમામ પક્ષના નેતાઓ કાર્યકરો લોક સંપર્કના કામે લાગી ગયા છે ત્યારે કેટલાક જુના કાર્યકરો તેમજ પીઠ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.
તેજ રીતે બનાસકાંઠાના એક પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સમલેનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતા યોજાયું.
તેમાં પ્રદેશ મહામંત્રી રાજનીભાઈ પટેલ, બલવંતસિંહ રાજપૂત પૂર્વ જીઆઇડીસી ચેરમેન, સાગરભાઈ રાયકા, ગુમાનસિંહ ચૌહાણ પ્રમુખ જીલ્લા ભાજપ, દિનેશભાઈ અનાવડીયા, હરિભાઈ ચોધરી, કેશાજી ચૌહાણ અને જિલ્લાના હોદેદારો ની ઉપસ્થિતિમાં વડગામના પૂર્વ ધારાસભ્ય શ્રી મણીભાઈ વાઘેલા અને એમના સમર્થકો સાથે ભાજપ માં જોડાયા હતા.