ગીરનાર તળેટીના ભવનાથ મહાદેવથી 2 કિમીના અંતરે ગીરના જંગલ વિસ્તારમાં કાશ્મીરી બાપુએ આજથી લગભગ 100 વર્ષ પહેલા આ આશ્રમ બનાવી અહીં દાતારેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. આ બાપુના મુખ પર આજે પણ એતલુ તેજ છે જેટલુ કોઈ યુવકના મોઢા પર હોય. કોઈ તમની અસલી ઉમર વિશે જાણૅતુ નથી. હવે સમાચાર મળી રહ્યા છે કે આ ગીરનાર તળેટીમાં આવેલા નિરંજની અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે.
આ કાશ્મીરીબાપુનો આશ્રમ તળેટી પાસે છે. તળેટીમાં દક્ષિણ તરફ 2 કિલોમીટર ચાલવાનું છે એટલે આશ્રમના વાહનોને અહીંથી જવા દેવામાં આવે છે પણ લોકોને પગપાળા જ જવું પડે છે. નાના બાળકો તેને ખાઈ રહ્યા હતા, ચાલવાનો રસ્તો 1.5 થી 2 કિમીનો છે, તેથી મુસાફરીમાં કોઈ સમસ્યા નથી, આ કુદરતી સૌંદર્યથી ભરેલો રસ્તો છે
આ આશ્રમ એકદમ શાંત જગ્યાએ છે, આજુબાજુ બીજું કંઈ નથી. લોકોનુ કહેવુ છે કે બાપુની ઉંમર 100 વર્ષની આસપાસ છે, તેમને બહુ તકલીફ પડતી નથી. બાપુના ચહેરા પર આટલી ઉંમર હોવા છતાં તેમના ચમક હતી. બાપુની સાદગી પન દેખાઈ રહી હતી. તેમના સેવકોએ તેમના માટે તમામ સુવિધાઓ પૂરી પાડી છે, પરંતુ બાપુ ખૂબ જ એકલા લાગે છે, બાપુ ખાટલા પર બેસીને બધાને આશીર્વાદ આપતા હતા. અજી આવનારા તેમના ભક્તો તેમના બ્રહ્મલીન થયાના સમાચાર બાદ શોકનુ વાતાવરણ છે.
વિદેશથી આવેલા એક સાધ્વીજી અહીં સેવા આપી રહ્યા છે. દર્શન માટે આવેલા ભક્તો દાન માટે ઘઉં, ચોખા, તેલ અને અન્ય વસ્તુઓ પોતાની સાથે લઈને આવ્યા હતા.આશ્રમને જોતા લાગે છે કે વરસાદની સિઝનમાં વધુ વરસાદ પડશે તો આ રસ્તો બંધ થઈ જશે, આથી ઘણા બધા ગેસ સિલિન્ડર છે.