Gujarat News: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ‘કડી સર્વ વિશ્વવિદ્યાલય’ ગાંધીનગર દ્વારા બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું આયોજન સેકટર-12માં આવેલ ‘સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર’ કેમ્પસ ખાતે તારીખ 19 અને 20 જાન્યુઆરી 2024ના દિવસોમાં કરવામાં આવ્યું છે. જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ 110 જેટલાં મોડલ્સ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનીનું ઉદઘાટન સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, સંસ્થાના દાતાશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, એમ.એમ. પટેલ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહ,ના હસ્તે કરવામાં આવ્યું હતું.
સર્વ વિદ્યાલયના ચેરમેન વલલ્ભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, આયોજિત વિજ્ઞાન પ્રદર્શનીમાં સાયન્સ અને ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 110 જેટલા લાઈવ મોડલ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃત થશે. નવી પોતાની પ્રતિભા ખિલવશે. વધુમાં તેઓએ બે દિવસ દરમ્યાન ગાંધીનગરના સાયન્સ પ્રત્યે રસધરાવતાં નાગરિકો પણ આ પ્રદર્શનીનો લાભ લઈ શકે છે.
સંસ્થાના દાતાશ્રી વિઠ્ઠલભાઈ પટેલ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા આયોજિત આ વિજ્ઞાન પ્રદર્શની વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે અભિનંદનીય છે. અહીં પ્રસ્તુત કરાયેલાં મોડલ્સમાં પ્રાકૃતિક ઉપકરણો અને ઔષધિઓનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર, કેમ્પસ ડાયરેકટર અને એમ.એમ. પટેલ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહે જણાવ્યું હતું કે, બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનમાં ગાંધીનગર જિલ્લા અને અમદાવાદના કુલ 89 જેટલી શાળા-કોલેજ આ પ્રદર્શન નિહાળશે. જેમાં પ્રથમ દિવસે 60 જેટલી શાળાઓના 3500 જેટલા વિદ્યાર્થી આ પ્રદર્શનની મુલાકાત લેશે.
Big Breaking: વડોદરા હરણી ઘટના મામલે કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વકીલ મંડળનો મોટો નિર્ણય
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
બીજા દિવસે 1500 જેટલા વિદ્યાર્થી આવશે. યુનિવર્સિટી દ્વારા આયોજિત બે દિવસીય સાયન્ય એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું સફળ સંચાલન શ્રી એમ.એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે.