દેશના છેવાડાના ગામ સુધી મેટ્રો શહેર જેવી આરોગ્ય સેવા મળતી થઈ, SEBCના પ્રમુખે બનાસકાઠા જિલ્લાની મુલાકાત લીધી

Lok Patrika
By Lok Patrika
Share this Article

(માહિતી બ્યુરો, પાલનપુર): ગુજરાત વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિએ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્યની સેવાઓની જાત માહિતી મેળવી હતી. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ શંભુજી ઠાકોરના વડપણ હેઠળની આ સમિતિના સભ્યો અને ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, અજમલજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, પરસોત્તમ સાબરીયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદ રાણા અને ભરતભાઇ પટેલે વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સૂઇગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ત્યાં આપવામાં આવતી સારવાર અને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ શુંભુજી ઠાકોરે રાજ્યની આરોગ્ય સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આજે વડપગ અને સૂઇગામ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી છે. ખુબ સુંદર માળખાકીય સુવિધાઓ સાથે આરોગ્ય સેવાઓ અહીં ઉપલબ્ધ છે તે જોઇને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે ખુબ સારું કામ થયું છે. ભારતે પોતાની સ્વદેશી રસીની શોધ કરીને ૨૦૦ કરોડ ડોઝ આપી લોકોની અમૂલ્ય જિંદગી બચાવી છે. ૧૦૦ જેટલાં દેશોમાં કોરોના વેક્શિનની નિકાસ કરવામાં આવી છે એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કોરોનાના કપરા કાળમાં સેવા આપનાર ર્ડાક્ટરો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફની સેવાઓને બિરદાવતાં તેમણે જણાવ્યું કે, જ્યારે પોતાના પરિવારના સ્વજનો પણ કોરોના દર્દીથી દૂર ભાગતા હતા તેવા સમયે ર્ડાક્ટરો અને મેડીકલ સ્ટાફે પોતાના જાનની પરવા કર્યા વિના જીવના જોખમે લોકોની સારવાર કરીને લોકોને નવું જીવન આપ્યું છે. આ સમિતિના સભ્ય અને ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિએ આજે મારા મતવિસ્તારમાં આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કરી તેની સરાહના કરી છે.


સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખશ્રી શંભુજી ઠાકોર અને સભ્યશ્રીઓએ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શન કરી ભારત- પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની મુલાકાત લઇ સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત BSF જવાનો દ્વારા યોજાતી પરેડ અને બીટિંગ રિટ્રીટ સેરેમની નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, વિધાનસભાના ઉપસચિવશ્રી ડી. આર. મુનિયા, પ્રાંત અધિકારીશ્રી બી. કે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એમ.દેવ, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. જીગ્નેશ હરીયાણી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly