ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમા સિહોર નજીક આવેલા જાંબાળા ગામનો પરિવાર ભોગ બન્યો છે. આ પરિવાર માતાજીનાં દર્શને જતો હતો અને ત્યારે જ તેમની બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતાં પતિ-પત્નીનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતાં. આ સાથે બાળકને પણ ગંભીર ઈજા થઈ છે.
અકસ્માતમા સિહોરના ભદ્રેશ સુરેશભાઈ ફમાણી, પાયલબેન અને પાંચ વર્ષીય પુત્ર દડવા જઈ રહ્યા હતા. આ સમયે ભાવનગર-વલ્લભીપુર રોડ પર ટ્રકચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે લીધા જેમા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો. હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને બીજી તરફ ટ્રકચાલક નાસી છુટ્યો છે. હવે વલ્લભીપુર પોલીસે આ ઘટના અંગે સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.