Ahmedabad News: દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને કેલીપર્સ, ઘોડી, વોકર, કુત્રિમ હાથ, કુત્રિમ પગ, વ્હીલ ચેર, ટ્રાયસિકલ, સિલાઇ મશીન, રોજગારી માટે હાથ લારી, ફૂગ્ગા લારી વગેરે દાનમાં આપવામાં આવ્યું છે.
હેલ્પ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા જરૂરિયાત મંદોને 1500 ધાબળા, 1500 હુંડી, 500 ગરમ ટોપી અને 500 જોડી કપડા ખારાઘોડાના રણના અગારીયા પરિવારોને, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાનાં કુરેટા અને કુરેટા વર્ગ -2 શાળા, વિરમગામ તાલુકાના ખુબ જ અંતરાળ ગામોની પ્રાથમિક શાળામાં, ધોળકા, બદરખા, થરાદમાં રહેતી ભરથુહરિ, વાદી, સરણીયા જાતિના લોકોને અને અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં આ વિતરણ કાર્ય કરવામાં આવ્યું, જેમાં દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થીઓને પણ દાનમાં આપવામાં આવ્યાં.
અપંગ માનવ મંડળ આયોજિત અને દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાગો માટેનું ક્રિસમસ ડાન્સ ઈવનિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના 150 વિધાર્થીઓ ઉત્સાહપૂર્વક ડીજે ઝૂમ્યાં હતાં. સંસ્થાના વિધાર્થીઓને ચા અને ગોટા ખવડાવવામાં આવ્યાં હતાં.
દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને હેલ્પીંગ હેન્ડ, લાયન ક્લબ દિગ્વિજયનગર દ્વારા ૧૨મો બ્લડ ડોનેશન કેમ્પ અને દિવ્યાંગએ બનાવેલ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણનો કાર્યક્ર્મ પાલડી ખાતે યોજાયો. જેમાં 38 યુનિટ બ્લડ ભેગું થયું તથા દિવ્યાંગોની પ્રોડકટ બોટલ કવર અને પેપર બેગનું પણ સારું વેચાણ થયું. જેમાં દર્શિતા બાબુભાઇ શાહ, રાખી શાહ, પ્રીન્સ, ક્ષિતિશભાઇ મદનમોહન શાહ, શુંભાગભાઇ મદનમોહન શાહ, હેલપિંગ હેન્ડના સભ્યો, અલ્પેશ કરેણા વગેરે હાજર રહ્યાં હતા.
Samsungએ લોન્ચ કરી અનોખી ડિસ્પ્લે, ફ્લિપ ફોનની જેમ ખુલશે અને પછી… મજબૂતીમાં પણ અદભૂત, જાણો ફિચર્સ
દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૫ અને હેલ્પસ ફોઉન્ડેશન દ્વારા ૧૫૫૧ કીટના સહયોગ દ્વારા દિવ્યાંગોને દિવાળી કીટ આપવામાં આવી છે. ૫૫ દિવ્યાંગોને મીઠાઈ, ચવાણું, દીવડાં આપવામાં આવ્યાં છે તથા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ મહિલાઓને આખા મહિનાનું કરિયાણું દાનમાં આપવામાં આવ્યું છે.