ગુજરાત વિધાનસભા ચૂટણી 2022મા ભાજપે ફરી એકવાર રાજયમા ભગવો લહેરાવ્યો છે. આ બાદ હવે નવી સરકારે આગામી કામગીરી શરૂ કરી દીધી છે. સમાચાર આવ્યા છે કે ભાજપે નવા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીને નીમ્યા છે.
શંકર ચૌધરી વિશે વાત કરીએ તો તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર ચૂટણી લડ્યા હતા અને જંગી લોકમતથી ચૂંટાયા છે. આ સિવાય 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ફાઈનલ કરાયુ છે. જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય છે.