ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા સક્રિય થશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા બાપુ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે. થોડા દિવસોમાં જ શકરસિંહ વાઘેલા પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં પણ બાપુ જન વિકલ્પ ના નામે પાર્ટી ઉભી કરી હતી.
હવે ફરી એક વખત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા આવશે. બરવાળા લઠ્ઠાકાંડ વખતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું, ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે. માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાતી નથી. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ગુજરાતની આ સરકારે લઠ્ઠાકાંડની ઘટના પરથી સરકારે બોધપાઠ લેવો જાેઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે.
આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શક્તુ નથી. ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી કાઢી નાખવી જાેઇએ. લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે. પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાથી કંઇ નહીં થાય મુખ્ય શખ્સોને પકડો. દારૂબંધી હટશે તો લાખો કરોડો સરકારની તિજાેરીમાં આવશે.