ભવર મીણા,પાલનપુર: આપણે ક્યારે પણ ફિલ્મ જોયા બાદ ટોકીઝ થી બહાર નીકળી ટિકિટો ફેંકી દેતા હોઇએ છીએ પરંતુ ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ નિહાળ્યા બાદ ટીકીટ સાચવી ને નાસ્તા ની દુકાને જજો મફત ફાફડા જલેબી ની મજા માણવા મળશે…જી આ કઈક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ની વાત છે.
ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ ઘણાં સમય થી ચર્ચા માં રહી છે વર્ષો પહેલા કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા વ્યવહારને લઇ સાચી હકીકત શું હતી તે જણાવની આ ફિલ્મને લઈ ઘણા દિવસો થી આ ફિલ્મની રિલીઝની લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે આફિલ્મ રિલીઝ થતાં લોકોમાં ઉત્સુકતા છે કે આ ફિલ્મમાં શું હકીકત છે.
વર્ષો પહેલા કાશ્મીરમાં શું થયું હતું તેને લઇ લોકો જાણવા માટે આ ફિલ્મ જોવા માટે જઈ રહ્યા છે ત્યારે પાલનપુર જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી હતી.
જે કોઈ આફિલ્મ જોઈને ટિકિટ લઈને તેમની દુકાન પર આવે તેમને ફાફડા જલેબીનો ફ્રી નાસ્તો આપવાની સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી હતી ત્યારે આજે ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોયા બાદ લોકો પોતાની ટિકિટ લઈને આ નાસ્તાની દુકાને પહોંચ્યા હતા જ્યાં ફ્રી નાસ્તાની લોકો એ મજા માની હતી.
મહેશભાઈ એ કહ્યું હતું કે ફાફડા જલેબીતો કોઈ મોટી વાત નથી સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે ત્યારે અમારી પણ એક ફરજ છે કે અમે પણ કંઇક કરીએ
લોકો આ ફિલ્મ જોઈને ફાફડા જલેબીનો નાસ્તાની મજા માણવા પહોંચ્યા હતા જ્યાં લોકોએ પ્રતિભાવ આપ્યો હતો કેઆ ફિલ્મ દરેક લોકો એ થિયેટરમાં જઈને જોવી જોઈએ આફિલ્મમાં વર્ષો પહેલા બનેલી ઘટનાઓની સાચી હકીકત પર બનાવી છે.જેથીઆ ફિલ્મ દરેક લોકો એ થિયેટરમાં જઈને જોવી જોઈએ તેવો લોકોએ આગ્રહ કર્યો હતો