ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ સતત ગરમાઈ રહ્યુ છે. ઘણા નેતાઓએ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમા જોડાયા છે. આ બાદ હવે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરી રહી છે. કોંગ્રેસ અને આપ બાદ હવે ભાજપે પણ 166 બેઠકમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે મહેસાણાની વિજાપુર, કાલાવડ, અમરેલીની સાવરકુંડલા બેઠકમાં જાહેર થયેલા ઉમેદવારનો લઈને ભારે વિરોધ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ તમામ મામલે વિજાપુરના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલય કમલમમાં, કાલાવડના કાર્યકરોએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી, સાવરકુંડલાના કાર્યકરોએ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલએ રજૂઆત કરી હતી. આ સિવાય કાલાવડથી પણ આવાજ સમાચાર સામે આવ્યા છે. અહી ભાજપના ઉમેદવાર તરીકે મેઘજી ચાવડાને ટિકિટ આપાઈ છે.
બીજી તરફ ભાજપ કાર્યકર્તાઓએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગને આ મામલે વિરોધ નોંધાવામા આવ્યો છે. રજૂઆત કરવામા આવી છે બેઠક પર ભાજપે ઉમેદવાર બદલવા જોઈએ. મહેસાણાની વિજાપુર બેઠક પર ટિકિટ રમણ પટેલને મળી છે. “વિજાપુર બચાવો રમણ પટેલને હટાવો” નામના નારાઓ પણ લાગ્યા હતા.
આ બાદ ભાજપના કાર્યકરોએ કમલમ પહોંચી ઉમેદવાર બદલવા માગ કરી છે. આ સિવાય અમરેલીના પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ થઈ જેમા કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવારનું નામ જાહેર થયુ હોવાનુ જણાવ્યુ છે.
મળતી માહિતી મુજબ વડોદરામા પણ 10 બેઠકોમાં એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના આ વખતે પત્તા કપી નવા ચહેરાને મોકો અપાયો છે. આ જ કારણે જેમને ટિકિટ નથી મળી તે ધારાસભ્યોમાં અને તેમના સમર્થકોમાં નારાજ છે. હવે ભાજપના આ તમામ નારાજ નેતાઓ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.