સાબરકાંઠા ડ્રગ્સ કેસ મામલે SOGને મળી મોટી સફળતા, 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત, ૯ આરોપીની કરી ધરપકડ

Lok Patrika
By Lok Patrika
Share this Article

સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે SOGને મળી મોટી સફળતા. MD ડ્રગ્સ સાથે નવ આરોપીઓની ધરપકડ કરીને કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦ સામે NDPS એક્ટ હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તો ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે.

ત્યારે માદક પ્રદાર્થ એમડી ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે અને રાજ્ય પરના માદર્થ પદાર્થ મોફાડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા પોલીસ પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોળ હાથ કરી છે. રાત્રી દરમિયાન બાતમીના આધારે સબજેલ આગળથી બે ઈસમો વાહન લઈને જુની સિવિલથી મહેતાપુરા જઈ રહ્યા હતા.

એસઓજીની ટીમ દ્રારા જીલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી ડ્યુએટ પર બેસેલ બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચાલકના ખિસ્સામાંથી માદક પદાર્થ મેફાડ્રોન ૩૫ ગ્રામનો જથ્થો મળી આવેલ જેની કિંમતી ૩,૫૦,૦૦૦ છે. તો ડીજીટલ વજન કાંટો પણ મળી આવ્યો હતો. ર્જીંય્ એ આરોપીઓની આકરી પુછપરછ કરતા હિમતનગરના સાત સહીત આઠ આરોપીઓના નામો ખુલ્યા હતા.

ર્જીંય્ એ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે બે ડીજીટલ ઈલેક્ટ્રીક વજન કાંટા, ત્રણ મોબાઈલ, અને એક હિરો કંપનીનું ડ્યુએટ પણ કબજે લઈને કુલ મળી ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપેલ આરોપીઓની આકરી પુછપરછ કરતા અન્ય આઠ આરોપીઓના નામ ખુલ્યા હતા જે પૈકી ૯ જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે, તો રાજસ્થાનના કોટડા છાવણીના એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ડ્યુએટ પર ઝડપાયેલા બે આરોપીઓ પૂછપરછ દરમિયાન કબુલ કર્યું હતું કે, હિંમતનગરના ચાંદનગરમાં રહેતા લાલા કુરેશી તથા રાજસ્થાનના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાણે હિંમતનગરમાં વેચાણ માટે આપેલ હતો. હિમતનગરમાં જુદા-જુદા ગ્રાહકો સોહિલ મોડાસીયા, નજફ સૈયફ, ટીલુબાપુ, શ્રીપાલસિંહ રાઠોડ, સૌરભ સુથાર, તથા અબ્રાર અહેમદે મંગાવ્યો હતો. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરી છે. જેને લઈને ર્જીંય્ ને પણ એક મોટી સફળતા મળતા ૯ જેટલા આરોપી ઝડપી પાડ્યા છે. વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુન્હામાં સંડાવેલ છે કે કેમ તો આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

ઝડપાયેલ આરોપી
૧. મોહમ્મદ કાબીલ ચોરવાલા, હિંમતનગર
૨. ક્રુણાલ રજનૂકાન્ત પંચાલ, હિંમતનગર
૩. મહંમદ રફીક ઉર્ફે લાલો મહંમદ હનિફ કુરેલી, હિંમતનગર
૪. સોહિલ સ્વાદ અહેમદ મોડાસીયા, હિંમતનગર
૫. નઝર ઉર્ફે બીડી અમીર અબ્બાસ સૈયદ, હિંમતનગર
૬. જીતેન્દ્રસિંહ ઉર્ફે ટીલુ બાપુ વિક્રમસિંહ પઢિયાર, હિંમતનગર
૭. શ્રીપાલસિંહ મુકેશ સિંહ રાઠોડ, હિંમતનગર
૮. સૌરભ દિનેશભાઈ સુથાર, હિંમતનગર
૯. અબ્રાર અબ્દુલ હકિમ પાંચભૈયા, હિંમતનગર
પકડવાનો બાકી
સમુનખાન પઠાણ રહે કોટડા છાવણી રાજસ્થાન


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly