જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનોને થઇ અસર, ટ્રેનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ- વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. આ સ્થિતિને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/જતી કેટલીક વધુ ટ્રેનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ રહેશે.

2) ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ રહેશે.

ટૂંકી ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:

1) ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 21.07.2023 ના રોજ જબલપુરથી ઉપડતી જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

2) 23.07.2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને રાજકોટથી વેરાવળને બદલે જબલપુર તરફ વાળવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

3) ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – 22.07.2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

4) ટ્રેન નંબર 19218 વેરાવળ – 23.07.2023 ના રોજ શરૂ થતી બાંદ્રા (ટી) એક્સપ્રેસને વેરાવળને બદલે રાજકોટથી બાંદ્રા (ટી) વચ્ચે દોડાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

5) 22.07.2023 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ જેતલસર ખાતે ટૂંકી કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

6) 23.07.2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસને જેતલસરથી વેરાવળને બદલે અમદાવાદ તરફ વાળવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ – જેતલસર વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.


Share this Article