સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય જનતા પર વધુ એક માર પડ્યો છે. એસટી નિગમે 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે.
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે.ગુજરાત એસટી નિગમના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી એસટીના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી.
હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર
શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા
મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો
ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.