ગુજરાતમાં બેરોજગારોના આંકડા ચિંતામા મૂકી દેશે, ખાલી 6 જિલ્લામાં 61,000 લોકો પાસે કોઈ કામ-ધંધો નથી, વિચારો આખા રાજ્યમાં…

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ એક પછી એક મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહી છે. હવે રોજગારનો મુદ્દો ગૃહમાં આવ્યો છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યે રોજગાર અંગે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં સરકારે રાજ્યના 6 જિલ્લામાં 61 હજાર 58 બેરોજગાર નોંધ્યા છે.

રાજ્ય સરકારે બેરોજગારીના આંકડા રજૂ કર્યા

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારોના આંકડા જાહેર કર્યા. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલી બેરોજગારીના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર 2022 સુધી બેરોજગાર તરીકે નોંધાયેલ છે.

રોજગારી ન મળતા યુવનો નારાજ

જામનગર જિલ્લામાં 8 હજાર 684 શિક્ષિત બેરોજગાર અને 910 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 હજાર 339 શિક્ષિત બેરોજગાર અને 97 અર્ધશિક્ષિત બેરોજગાર, 10 હજાર 323 બેરોજગાર અને જૂનાગઢ જિલ્લામાં 6 હજાર 99 બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 4 હજાર 30 શિક્ષિત બેરોજગાર અને 379 અર્ધશિક્ષિત બેરોજગાર, અમદાવાદ શહેરમાં 12 હજાર 282 શિક્ષિત બેરોજગાર અને 1205 અર્ધશિક્ષિત બેરોજગાર, 3 હજાર 707 શિક્ષિત બેરોજગાર અને ગાંધીનગર જિલ્લામાં 617 હજાર 29 અર્ધશિક્ષિત બેરોજગારો છે. ગાંધીનગર શહેરમાં બેરોજગાર અને 114 બેરોજગાર અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે.lokpatrika advt contact

આટલા યુવાનોને મળી રોજગારી

વિધાનસભામાં કોંગ્રેસના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં વર્ષ 2021માં 3704 અને વર્ષ 2022માં 5616 યુવાનોને રોજગારી મળી છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2021માં 27058 અને 2022માં 37596 યુવાનોને રોજગારી આપવામાં આવી હતી.

BIG BREAKING: રાત્રે 2 વાગ્યે શાહરૂખના ઘર મન્નતની દિવાલ કૂદીને છેક ત્રીજા માળે પહોંચી ગયા સુરતના 2 યુવકો, સુરક્ષામાં મોટી ચૂક

આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે

તમે પણ હથેળી પર ચેક કરી લો, જો વિષ્ણુ રેખા હશે તો સમજો બેડો પાર, એટલા પૈસા આવશે કે જમાનો સલામ કરશે

ગાંધીનગર જિલ્લામાં 2021માં 3682 યુવાનો અને 2022માં 5528 યુવાનોને અને 2021માં 1855 યુવાનો અને 2022માં ગાંધીનગર શહેરમાં 24542 યુવાનોને રોજગારી આપવામાં આવી છે.


Share this Article
TAGGED: