સોમવારના રોજ ચોમાસાના આગમન બાબતે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, અરબ સાગરમાં ચોમાસાનો ફ્લો નબળો પડી ગયો છે, જેના કારણે દેશભરમાં હવે વરસાદ છ દિવસ મોડો આવે તેની સંભાવના છે. આટલુ જ નહીં, ચોમાસું નબળું પડવાને કારણે વરસાદની ઘટ લગભગ ૩૮ ટકા સુધીની જાેવા મળી શકે છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, મધ્ય ભારતમાં ચોમાસાની જે સામાન્ય લાક્ષણિકતાઓ હોય છે તે જાેવા નથી મળી રહી, તેના સ્થાને આ વિસ્તારમાં વરસાદની આગાહી મળી રહી છે. ભારતના મધ્ય ભાગમાં વંટોળની હાજરી પણ દેશમાં વહેલા ચોમાસાના સંદર્ભમાં સારી નિશાની નથી.
અમે અત્યારે દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની સામાન્ય સર્ક્યુલશન લાક્ષણિકતાઓ જાેઈ નથી શકતા. અરબ સાગર અત્યારે પ્રમાણમાં નબળું છે. જાે કે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ચોમાસાની પ્રગતિ ધીમી છે તેનો અર્થ એ નથી કે ચોમાસાને બ્રેક વાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારતનો ઉત્તર વિસ્તાર પણ પ્રભાવિત થયો છે. આ ડિસ્ટર્બન્સ થોડા પ્રમાણમાં દક્ષિણ તરફ પણ પ્રવેશ કરી રહ્યું છે અને આ ચોમારાની સામાન્ય લાક્ષણિકતા નથી.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો, પવનનું પરિભ્રમણ પણ વહેલા ચોમાસાની પ્રવૃત્તિના સમર્થનમાં જણાતું નથી. અધિકારીએ જણાવ્યું કે, ૬ જૂન સુધીમાં ચોમાસાનો કર્ણાટક, તમિલ નાડુ, આંધ્ર પ્રદેશ વગેરે સ્થળોએ પ્રવેશ થઈ જવો જાેઈએ. પરંતુ અહીં હજી સુધી વરસાદનું આગમન નથી થયું. ૈંસ્ડ્ઢ પુનાના પ્રમુખ અનુપમ કશ્યપી જણાવે છે કે, મહારાષ્ટ્રની વાત કરીએ તો અમને આશા છે કે થોડા દિવસમાં રાજ્યના અમુક વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી જાેવા મળી શકે છે.