બી જે મેડિકલ કોલેજમાં છેલ્લે 2015-16ના વર્ષમાં એક સર્જરીના ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. તે ઘટનામાં રેગિંગ કરનાર ડોક્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલની એક ઘટનામાં પણ આકરી કાર્યવાહી કરીને અનોખો દાખલો બેસાડ્યો છે. અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજની આ ઘટના હતી. ત્યારે રેગિંગ ઘટના બની હતી જે મામલે 7 જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ચર્ચાએ જોર પકડ્યું અને બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કર્યા હતા.
ઘટના કઈક એવી હતી કે બી જે મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ R2 ડોક્ટર પર તેમના જ સિનિયર R3 ડો. ધવલ માંકડીયા, ડો. જયેશ ઠુમમર અને ડો. હર્ષ સુરેજાએ રેગિંર કરીને લાફા માર્યા હતા, જૂત્તા માર્યા હતા, બેલ્ટ વડે પણ માર મારવામાં આવ્યો, સીટઅપ્સ કરાવ્યા, પ્લેનક્સ અને સ્કોટ્સ કરા્યું… જેવી અનેક રીતે અવારનવાર રેગિંગ કરવામાં આવતું હતું. જ્યાં જુનિયર ડોક્ટરની ડ્યુટી હોય તે વૉર્ડમાં પણ સિનિયર ડોક્ટરએ શરમ ન રાખી અને રેગિંગ કરવામાં આવતું હતું.
જ્યારે માથા પરથી પાણી જવા લાગ્યું તો આ મામલે જુનિયર વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટના વડા રાજેશ સોલંકીને ફરિયાદ કરી હતી. રાજેશ સોલંકીએ આ ફરિયાદ બીજે મેડિકલ કોલેજને ટ્રાન્સફર કરી હતી અને હવે આકરી સજા ફટકારવામાં આવી છે. આ કમિટી દ્વારા ભોગ બનનારના, રેગિંગ કરનાર, HOD, વૉર્ડમાં કામ કરતા અન્ય લોકોના આમ 30થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિડિયો, ઓડિયો, તસવીરો સહિતના પૂરાવા પણ ચકસવામાં આવ્યા હતા રેગિંગ કરનાર 3 ડોક્ટર પૈકી હર્ષ સુરેજાએ રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી, પરંતુ તેમની વિરુદ્ધ પૂરાવા હતા.