વિધાનસભા ચૂંટણી નજીક આવે છે એટલે દરેક પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ધક્કા ખાઈ રહ્યા છે. એ જ અરસામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે હતા. ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની વાત કરી છે.
આ સભામાં કેજરીવાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત મળશે. 24 કલાક મળશે અને સાથે જ 31 ડિસેમ્બર પહેલાંનાં તમામ ડોમેસ્ટિક બિલ જે છે એ અમે માફ કરી દીધાં છે. જૂનાં જેટલાં પણ બિલ હોય છે એ અમે માફ કરી દઈશું. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે એવી વાત પણ કેજરીવાલે કરી છે.
અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. આવું પણ કેજરીવાલે કહીને લોકોનાવ દિલ અને મત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું, પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ.