આજે સુરતથી SRP જવાનોને લઈ જતી બસનુ અકસ્માત થયુ હોવાની ઘટના સામે આવી છે. શહેરની નજીક કીમ ચોકડી પાસે સિયાલજ પાટિયા પાસે આ માર્ગ દુર્ઘટના થઈ હતી જેમા 17 SRP ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ પૈકી 4ની હાલત નાજુક હોવાનુ જાણાવા મળ્યુ છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત પાછળનુ કારણ ગાઢ ધુમ્મસ કહેવામા આવી રહ્યુ છે. વિઝિબિલિટી નબળી હોવાના કારણે જવાનોને લઈ જતી બસ રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ બદ વડોદરા એસઆરપી કેમ્પમાંથી 27 જવાનોને લઈને આ બસ સુરતના ઉધના જઈ રહી હતી. હાલ ઘાયલ જવાનોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.