હાલમાં એક મોટી ખબર સામે આવી રહી છે કે વલસાડના કુંડી હાઇવે પર PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જવા નીકળેલી બસમાં આગ લાગી છે. વિગતો મળી રહી છે કે ચીખલી નજીકના ખુડવેલ ગામે જવા માટે મુસાફરોને લેવા આવેલી વલસાડ એસટી બસ કુંડી ગામના હાઇવે પર પાર્કિંગ કરવા જતાં બસ નીચે ઉતરી ગઈ. સદનસીબે બસ પાછળ લેતા જ ટાયરમાં જોતજોતામાં આગ લાગતા બસ સળગી ઉઠી હતી. સાથે જ ડ્રાઈવરનો પણ ચમત્કારિક બચાવ થયો હતો. આગની ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ દોડી ગઈ હતી અને બસમાં લાગેલી આગને કાબુ કરવાનો પ્રયાસ હાથ ધરી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી તાલુકાના ખુડવેલ ગામે એક જાહેર સભા સંબોધન કરવાના છે. જાહેર સભામાં જનમેદની એકત્ર કરવા માટે વલસાડ તાલુકા અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે થી જ બસો મોકલવામાં આવી રહી છે ત્યારે વલસાડ નજીકના કુંડી ગામે રાત્રે મોદીના કાર્યક્રમમાં જવા માટે મોકલાવી બસ સરોધી અને કુંડી ગામના હાઇવે પર પાર્કીંગ કરવા માટે લઈ ગયો હતો. જોકે બસ અંદર લેતા જ બસ ફસાય ગઈ હતી. ચાલકે બસને દિવસ રહેતા ઉંડા ખાડામાં ઉતરી દીધી હતી અને બસને રિવર્સ કરવા માટે મથામણ કરતા પાછલા ટાયરમાંથી આગનો તણખો અડતા જોતજોતામાં બસમાં આગ ભભૂકી હતી. જેવી જ આગી લાગી કે તરત જ ડ્રાઈવર ત્યાંથી ભાગી છુટયો હતો અને આગના કારણે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.