સુરતના લિંબાયત વિસ્તારમાથી એક શર્મજનક ઘટના સામે આવી છે. યુપીની વતની એક 15 વર્ષીય યુવતીનો ભાઇ કોઇક ગુનામાં જેલમાં હતો. આ દરમિયાન તે રૂબીના નામની એક પરિચીત મહિલાના ઘરે રહેતી હતી. રૂબીનાએ આ યુવતીની મજબુરીનો ફાયદો ઉઠાવ્યો હતો. મળતી માહિતી મુજબ રૂબીનાના પતિ સોહેલ ઉર્ફે ગુન્ડેએ પોતાના ઘરમાં યુવતિની એકલતાનો લાભ લઇ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેના અશ્લીલ ફોટા પાડી લીધા.
આ બાદ તે વાંરવાર તે ફોટા બતાવી સોહેલ યુવતીને બ્લેકમેઇલ કરવા લાગ્યો. આ તમામ વાતો યુવતીએ દોઢ મહિના પહેલાં પોલીસને જણાવી હતી અને જે બાદ પોલીસે સોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. હવે લિંબાયત પોલીસે કડોદરાથી રૂબિનાની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન યુવતિએ કહ્યુ કે રૂબીનાએ જ તેના પતિ સાથે મિલીભગત રચી હતી. સોહેલ તેને ફોટા બતાવી ધમકી આપતો રહ્યો અને છેલ્લાં ચારેક માસમાં ઓ પીડિતાને ૩૫-૪૦ યુવકો સાથે સૂવા મજબૂર કરી હતી.
હવે આ સમગ્ર મામલે રૂબીનાને 8 દિવસના રિમાન્ડ મળતા તપાસ હાથધરી છે. આ દરમિયન જાણવા મલ્યુ છે કે શોહેલની છ્પ ખરાબ છે, તેનો 12 ગુનાનો ઇતિહાસ બહાર આવ્યો છે જેમા બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશ જેવા બંહીર ગૂનાઓ સામે છે. રૂબીના પર પણ અપહરણ સહિતના ૧૨ ગુના છે.