પાંડેસરા માતા-પુત્રી હત્યા કેસ મામલે કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવ્યા છે. આ સાથે આજે 3 વર્ષ પછી સજાનુ એલાન કરતા કોર્ટે હર્ષસહાય ગુર્જરને ફાંસી અને હરિઓમ ગુર્જરને આજીવનકેદની સજા ફટકારી છે. આ અંગે વિગતે વાત કરીએ તો ધૃણાસ્પદ કિસ્સોમા બાળકી અને માતા બન્ને દુષ્કર્મનો ભોગ બન્યા હતા. જે બાદ બન્નેના મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો.
ઓપીઓએ બાળકી અને માતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બન્ને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા પણ ડીએનએથી ઓળખ થતા આખો ભેદ ઉકેલાયો હતો. આ સાથે સીસીટીવી અને આરોપીઓ સાથે કામ કરનારા કારીગરોએ પણ આ કેસ ઉકેલવામા મદદ કરી હતી. આરોપીએ બાળકીની નજર સામે જ તેની માતાની હત્યા કરી અને બાદમા તેની સાથે પણ દુષ્કર્મ કરી ગુપ્તાંગમા લાકડી નાખી બાળકીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ બાદ હવે સમાજમા એક દાખલો બેસે તેવી સજા કોર્ટે ફટ્કારી અને ભોગ બનનારના પરિવારને સાડા સાત લાખનું વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે આ હત્યા કેસ વિશે ખુલાસા થયા હતા કે 6 એપ્રિલ, 2018ના રોજ ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી અને તેની બળાત્કાર થયો હતો. આ પછી 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી આવી જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ.
આ સાથે સીસીટીવીમા જાણૅવા મળ્યુ કે કાળા કલરની કારમાં આ લાશ કોઈ ફેંકી ગયું અને દીકરીની લાશ પણ અલગ સ્થળેથી મળી હતી.આ સાથે એ પન વાત સામે આવી છે કે હર્ષસહાય માતા-દીકરીને રાજસ્થાનથી સુરત પર્વત પાટિયા લાવી બંનેની રહેવાની વ્યવસ્થા કરી અને માતાને માર મારી ચાલુ કારમાં જ દીકરીની નજર સામે દુપટ્ટાથી હત્યા કરી નાખી હતી અને પછી કિશોરીના ગુપ્તાંગમાં લાકડી નાખી તેની પણ હત્યા કરી નાખી હતી.