ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ખુબ જ નજીક આવી રહી છે, એવામાં નેતાઓ પણ પક્ષપલટો કરી રહ્યા છે. હાલમાં જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાતો મોટો ઓહાપો મચી ગયો હતો, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ કોંગ્રેસના મોટા મોટા માથાઓ ભાજપમાં આવી શકે છે. એ વચ્ચે સુત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસના 6 નેતાઓ ટૂંક જ સમયમાં ભાજપમાં કેસરિયા કરે તો જરાય નવાઈ નહીં.
આ 6 નામ પણ સામે આવી રહ્યા છે કે લલિત કગથરા મોરબી, કિરીટ પટેલ પાટણ, પ્રતાપ દુધાત અમરેલી, ચિરાગ કાલરીયા જામ જોધપુર, હર્ષદ રિબડીયા વિસાવદર અને લલિત વસોયા ધોરાજી. સાથે જ આ 6 નામમાંથી હવે કેટલા લોકો અને ક્યારે ભાજપમાં જોડાય એનું નક્કી નથી. પરંચુ સુત્રો એવું કહી રહ્યા છે ગમે તે ઘડીએ આ 6 નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.