સુરત શહેરની ઈમેજ પર ધીરે ધીરે ડાઘ વધી રહ્યા છે. સુરતમાં અવાર નવાર હવે ગુનાખોરીના કિસ્સા સામે આવ્યા રહ્યા છે. ત્યારે સુરતમાં સિટી બસમાં કૉલેજીયન ગર્લ્સની છેડતી કરનારા ૩ કંડક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કંડક્ટરોને રજા હોય તો પણ બસમાં આવી જતા હતા અને કૉલેજીયન ગર્લ્સને હેરાન પરેશાન કરી છેડતીકરતા હતા. બસમાં મુસાફરી કરી રહેલી એક વિદ્યાર્થિનીએ હિંમત દાખવી હતી અને તેની માતાને ફોન કરી હકીકત જણાવી હતી.
વિદ્યાર્થિનીની માતાઆવી જતા ડ્રાઈવરે પણ બસ હંકારી મૂકી હતી. પણ આ વિદ્યાર્થિનીની માતાએ ફિલ્મી સ્ટાઈલથી ત્રણેય કંડક્ટરોને જેલની હવા ખાતા કરી દીધા હતા. મહિધરપુરામાં રહેતી એક ૪૦ વર્ષીય મહિલા ગૃહીણી છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જ્યારે પતિ જાેબ કરે છે. મહિલાની મોટી દીકરી કૉલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. કૉલેજમાં રજા હોવાથી તે તેના ફ્રેન્ડ્સ સાથે ફરવા માટે ગઈ હતી. એ પછી તેઓ સિટી બસમાં બેસ્યા હતા.
આ બસમાં ભારે ભીડ હોવાથી તેઓને ઉભા રહીને મુસાફરી કરવી પડી હતી. બસમાં વારંવાર બ્રેક વાગતા છેડતી કરનારા કંડક્ટરો યુવતીને જાેઈને કોમેન્ટ કરતા હતા. એ પછી અન્ય કંડક્ટરોએ પણ છેડતી કરી હતી. એ પછી એક કંડક્ટરે અશ્લીલ ઈશારા કરીને તમારી સ્માઈલ સરસ છે એવી કોમેન્ટ કરી હતી. જેથી યુવતીએ કંડક્ટકરને પણ આ વાતની ફરિયાદ કરી હતી. આ નરાધમોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે, તમારી સ્માઈલ સરસ છે, સ્ટેશન જઈને મજા કરીએ. આવી બીભત્સ કોમેન્ટ કરી હતી. આખરે વિદ્યાર્થિનીએ આ વાતની જાણ માતાને કરી હતી. વિદ્યાર્થિનીએ માતાને ફોન કરીને સઘળી હકીકત જણાવી હતી.