સુરતની સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. હાલ સિવિલના ઓપરેશન થિએટર રૂમના કેટલાંક ફોટો વાયરલ થયા છે જેણે આ મામલે આખી પોલ ખોલી છે. ઓપરેશન થિએટરની અંદર ફોલ સિલિંગ તૂટેલી હાલતમાં, દરવાજાના કાચ પણ તૂટેલા દેખાઇ રહ્યા છે. હોસ્પિટલના કુલ 24 ઓપરેશન થિએટરમાથી ઘણાંની હાલમાં બિસ્માર હાલત છે.
આ સાથે વાત કરીએ હોસ્પિટલની અંદરની તો અહી ઓર્થોપેડિક અને સર્જરી વિભાગ છે એ વોર્ડમાં રોજના 100 જેટલાં ઓપરેશન થાય છે. એક તરફ સિવિલની તમામ મેન્ટેનન્સની જવાબદારી એ PIO વિભાગની હોય છે. જ્યા હાલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર ખખડી ગઇ છે જેથી થોડાં દિવસ પહેલાં તો વોર્ડની અંદર કૂતરાં પણ ફરતા હતાં તેની વીડિયો વાયરલ થયો હતો.