સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ હત્યામાં 69 દિવસમાં ફેનિલને દોષિત જાહેર કર્યો છે. આ દરમિયાન કોર્ટે ફેનિલને પૂછ્યું હતું કે તમને મૃત્યુદંડ કેમ ન આપવો? જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? આગળ કહ્યું હતું કે સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. આ બાદ ફેનિલે કોઈ પણ પ્રશ્નોના જવાબ આપ્યો ન હતા.
આ કેસમાં હવે ફેનિલને દોષિત જાહેર કરાતા સરકાર પક્ષ દ્વારા આકરી સજાની માગ કરવામાં આવી છે.આ કેસ દરમિયાન સરકાર પક્ષ દ્વારા કહેવામા આવ્યુ હતુ કે આ હત્યા કોઈ ઉશ્કેરાટમાં નથી પણ આરોપીએ પૂર્વ તૈયારી કરી આચરેલુ ક્રુત્ય છે. તેણે ચપ્પુ પણ ઓનલાઇન ખરીદ્યા હતા.
જો કે આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ ફેનિલને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવાની વાત કહી હતી. તપાસ અધિકારી દ્વારા સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ કરાયુ છે અને સાક્ષીઓ જુબાની આપતા ડરે છે. મળતી માહિતી મુજબ આ કેસમા 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની આપી હતી.