વિધાનસભાની ચૂંટણીમાં સુરતથી સમાચાર આવી રહ્યા છે કે પાટીદારોની સંસ્થા PAAS અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે જોડાણ પહેલા ડખા પડ્યા છે. સુરતને એપી સેન્ટર તરીકે માનવામાં આવી રહ્યું છે. હાલ જ સુરતમાં પાલિકાની ચૂંટણીમાં AAPએ બાજી મારી હતી જેનુ કારણ અહીના પાટીદાર સમાજને માનવામા આવી રહ્યુ છે. આ વચ્ચે ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે અલ્પેશ કથીરિયાને AAPમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ ગમે તે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, તેમનું સ્વાગત છે.
બીજી તરફ અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે અમને કોઈ આમંત્રણ મળ્યું નથી અને અમારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. બન્નેના અલગ અલગ નિવેદનો બાદ અનેક સવાલો હવે ઉભા થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ અલ્પેશ કથીરિયા અને પાસના હોદ્દેદારોને આપમા જોડાવવા કરેલી ઓફરને પાસ શા માટે નકારી રહી છે? તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. આગામી ચૂટણીમા સુરતમાં AAP પોતાને મજબૂત કરવા માટે પાસનો સહારો લઈ શકે છે.