સુરતના વરાછા વિસ્તારમાથી લગ્નનો એક અનોખો પ્રસંગ સામે આવ્યો છે. લગ્ન સાથે સાથે અહી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહ પણ સાથે જોવા મળ્યો હતો. આ વિશે વિગતે વાત કરીએ તો સુરતના દિવ્યાંગ યુવકના લગ્ન વિદેશી સાથે થતા અને આ દરમિયાન પરિવારે પ્રસંગને યાદગાર બનાવવા મતદાન માટે સામૂહિક સંકલ્પ લેવામા આવ્યા હતા.
કાછડીયા પરિવારના આ કામની ચારે તરફ વાહ વાહ થઈ રહી છે. લગ્નમા પહોચેલા મહેમાનોએ ‘પહેલા મતદાન, બાદમાં જલપાન’નો સંકલ્પ લીધો હતો. આ બાદ વરકન્યાને આશીર્વાદ આપ્યા. આમ લોકશાહીના પર્વની અનોખી ઉજવણી પહેલી વખત જોવા મળી હતી.
આ પરિવાર વિશે વાત કરીએ તો તેઓ હાલ સુરતના યોગીચોક વિસ્તારમા રહે છે અને મુળ અમરેલીના છે. કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયાની ઉમર 43 વર્ષ છે અને તેઓ જન્મથી જ બન્ને પગે દિવ્યાંગ છે. છેલ્લા આઠ વર્ષથી યોગી ચોકમા તેમનો પાનનો ગલ્લો છે. કલ્પેશભાઈની સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલીપાઈન્સની રેબેકા ફાયો સાથે ઓળખાણ થઈ અને લગ્નનો નિર્ણય લીધો. બન્ને છેલ્લા પાંચ વર્ષથી સંપર્કમા હતા. હવે વિદેશી યુવતી લગ્ન માટે સુરત આવી છે અને અનોખી રીતે તેમના લગ્ન થયા છે.