સુરતમાં હજુ ગ્રીષ્મા હત્યા કેસનો મામલો શાંત પડ્યો નથી ત્યા અન્ય એક આવી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતના કામરેજ પાસે આવેલા ઘલુડી ગામે યુવતી પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમા નવાઈની વાત એ છે કે યુવતી પર તેના જ સગા ભાઈએ હત્યા કરવા હુમલો બોલી દીધો હતો.
મળતી માહિતી મુજબ યુવતીના ભાઈએ યુવતીનુ ગળું કાપી નાખી તેને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના વિશે વિગતે વાત કરીએ તો યુવતી પારિવારીક વિવાદને કારણે તેના પિયરમાં આવી અને તેના સગા ભાઈએ જ તેની હત્યા કરવા દોટ મુકી. આ પાછળનુ કારણ કહેવામા આવી રહ્યુ છે કે તેના ભાઈને તેના બહેનના ચારીત્ર પર શંકા હતી.
આ હુમલામાં યુવતી પર છરીથી ગળાના ભાગમા ઘા વાગતા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, તેનો જીવ બચી ગયો છે. હવે આ મામલે યુવતીના ભાઈ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.