પ્રથમ તબક્કાના મતદાનમાં ઘણા વાવ વિવાદ પણ સામે આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ સવારમાં જ ધીમા મતદાનની વાકત કરી હતી. ત્યારે હવે ગોપાલની અધિકારી સાથે રકજક થઈ ગઈ છે. વાત જાણે કે એમ છે કે કતારગામ ડભોલી પાસે આવેલા ગાયત્રી મંદિર નજીકના વોટિંગ બૂથ ઉપર મતદાન ખૂબ ધીમું થાય છે એવી ફરિયાદ લઈને ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આરોપ નાખવાની સાથે સાથે અધિકારીઓ સાથે ચકમક પણ કરી હતી. ગોપાલ ઇટાલીયાએ અધિકારીઓને ઝડપથી મતદાન પ્રક્રિયા કરાવવા માટે એક રજૂઆત પણ કરી હતી. બૂથ ઉપર ખૂબ ધીમી ગતિથી મતદાન થતા લાંબી તથા લાગી ગઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
એક એવો જ અનોખો પ્રસંગ છે કે રાજપીપળામાં સીમંતનો પ્રસંગ છોડી સગર્ભાએ મતદાન કર્યું હતું. પરિવારના સભ્યો સાથે મહિલા મતદાન મથકે પહોંચી હતી. દાગીના અને સીમંતનાં કપડામાં સજ્જ સગર્ભા મતદારને જોઈને અન્ય મતદાઓને પણ પ્રેરણા મળી હતી. સગર્ભાએ કહ્યું હતું કે હું આવનારા બાળકના ભવિષ્ય માટે મતદાન કરવા આવી છું. મારા મતથી મજબૂત સરકાર બનશે, જે મારા બાળકને માટે નવા કાર્યો કરશે.
ઓલપાડ બેઠક પર કરમલા પ્રાથમિક શાળા ખાતે લગ્નની હલ્દી સાથે યુવાને મતદાન કર્યું છે. કરમલા ગામના કિરણ સરવૈયાએ લગ્ન પહેલા હલ્દી સાથે મતદાન કર્યું છે. સાથે યુવકે વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. ગીર સોમનાથના બાણેજ ગામે 100% મતદાન પૂર્ણ થયું છે. અહીં ભારતના ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મત માટે મતદાન બુથ ઉભું કરાયું હતું. આ મતદાન મથક પર બાણેજના મહંત હરીદાસબાપુ એક માત્ર મતદાર હતા. તેમના દ્વારા મતદાન કરવામાં આવતા મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તો વળી સાવરકુંડલાના આંબરડી ખાતે બળદ ગાડામાં ખેડૂતો ‘જય જવાન, જય કિસાન’ના નારા લગાવતા લગાવતા મતદાન મથકે પહોંચ્યા હતા