વાહનચાલકો પાસેથી દંડ વસૂલતી પોલીસે જ સરકારને લાખો રૂપિયા આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિશે વિગતે વાત કરીએ તો સુરત પોલીસને આ મામલે વારંવાર નોટીસો પણ મોકલવામાં આવી છે. આ પછી પણ સુરત પોલીસે લાખો રૂપિયાનો દંડ સરકારને હજુ આપ્યો નથી. આ મામલે આરટીઆઈ (RTI)માં ખુલાસાઓ થયા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા 3 વર્ષમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાથી 6442થી વધુ કર્મચારીઓ તો એવા છે જેમણે ફરજમાં બેદરકારી કરી છે અને આ મામલે તેમને નોટિસ પણ ફટકારવામા આવી છે. ફરજમાં બેદરકારી બદલ પોલીસકર્મીઓને પણ દંડ ભરવાનો હોય છે. વર્ષ 2019થી અત્યાર સુધી માત્ર 50 ટકા જ દંડ વસૂલાયો હોવાનુ સામે આવ્યુ છે. 2019માં એવા 3 હજાર 151, 2020માં 1 હજાર 818, વર્ષ 2021માં 2 હજાર 555 પોલીસકર્મીઓ હતા જેમને નોટિસ ફટકારાઈ હતી.
માહિતી મુજબ ઝોન-1માં 3 વર્ષમાં 33 લાખ 32 હજાર 850 જેટલો દંડ કરવામા આવ્યો હતો અને સુનાવણી બાદ આખરી હુકમ મુજબ 18.10 લાખ દંડની રકમ આપવામા આવી હતી. આ પૈકી 9 લાખ 13 હજાર 374 જેટલાં અલગ-અલગ પોલીસ સ્ટેશને દંડ સ્વીકાર્યો હતો. આ સિવાય વાત કરીએ ઝોન-2ની તો અહી કુલ 6.60 લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ જ રીતે ઝોન-3માં 3 વર્ષ દરમિયાન ફરજમાં બેદરકારી કરેલા કુલ 1555 નોટીસ ફટકારવાની ફરજ પડી હતી.