સુરતમાં રહેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરી દેવાના સમાચાર સામે આવ્યા છે. આ હત્યા પાછળનુ કારણ પાડોશી સાથેનો ઝઘડો કહેવામાં આવી રહ્યુ છે. આ મર્ડરની જાણ થતા જ હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત જવા નીકળ્યા છે. મળતી માહિતી મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાકા સુરતના અડાજણમા આવેલા રતન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
અહી લિફ્ટમાં અવર-જવરને લઈને બે પાડોશી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ત્યારબાદ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયુ હોવાના સમાચાર મળ્યા છે. આ હત્યા કેસ વિશે વિગતે વાત કરીએ તો અડાજણમા રહેતા મહેશભાઈ સંઘવી જેમની ઉંમર 63 વર્ષ હતી તેઓ ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. કાલે તેઓ દીકરી સાથે ખરીદી કરવા ગયા અને ત્યારે તેમના પાડોશમા રહેતા કમલેશ મહેતા લિફ્ટમા ઉપર આવી રહ્યા હતા.
આ બાદ બંને વચ્ચે લિફ્ટને લઈને બોલાચાલી પણ થઈ હતી જેમા કમલેશ મહેતાએ મહેશભાઈના નાકના ભાગે મુક્કો માર્યો હતો. આ દરમિયાન મહેશભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી જ્યા તેમનુ મોત નિપજ્યુ હતું. આ પછી ઘટનાની જાણ થતા ગૃહ રાજ્યમંત્રીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા હતા.