સુરત શહેરમાંથી પ્રેમનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકની મિલાકાત ફેસબુકના માધ્યમથી એક ફિલિપાઈન્સની યુવતી સાથે થઈ અને બન્નેને પ્રેમ થઈ ગયો. તમને જાણીને નવાઈ લાગશે પણ ફિલિપાઈન્સની આ યુવતી પ્રેમને પામવા સુરત આવી પહોંચી છે. 20 નવેમ્બરે બન્ને લગ્ન કરવાના છે.
મળતી માહિતી મુજબ સુરતનો આ યુવક માત્ર 10 ભણેલો અને દિવ્યાંગ છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકના 43 વર્ષીય કલ્પેશભાઈ સુરતમા હાલ યોગીચોકમાં પોતાનું પાન પાર્લર ચલાવે છે.
કલ્પેશભાઈને પ્રેમ કહાની વિશે વાત કરીએ તો 2017માં કલ્પેશભાઈને ફિલિપાઈન્સની રેબેકાની ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. આ બાદ તેમણે રિકવેસ્ટ સ્વીકારી અને બંને વાતો કરવા લાગ્યા. મિત્રતા ક્યારે પ્રેમમા બદલાઈ ગઈ તેમને પણ ખબર ન પડી. પાંચ વર્ષ વીતી ગયા. આ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.
આ વચ્ચે જ કોરોનાકાળ આવી ગયો અને લોકડાઉન થયુ જેથી રેબેકા ભારત આવી શકી નહી. આ સંબધ માટે રેબેકાના પરિવારે પણ મંજૂરી આપી દીધી છે અને હવે 20 નવેમ્બરે બન્ને લગ્ન કરવાના છે.