ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે અને લોકો પણ એવા જ મિજાજમાં ફરી રહ્યા છે. ત્યરારે: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા નેતાઓના રિસામણા મનામણા બાદ હવે આખરે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે. ત્યારે સુરતની મજુરા બેઠક પરથી ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ફોર્મ ભરવાના છે. એમણે ભરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં આશીર્વાદ લીધા હતા. એટલું જ નહીં પણ જાહેરમાં વડાપાંવની પણ મજા માણી હતી.
મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરતમાં ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ વડાપાંવની લારી પરથી વડાપાંવ ખાધુ હતુ. આ સાથે તેમના કાર્યકર્તાઓ પણ હતા. એટલું જ નહીં પણ ફોર્મ ભરતા પહેલાં હર્ષ સંઘવીએ સી.આર. પાટીલનાં આશીર્વાદ પણ લીધા હતા. ત્યારે આ સંઘવીએ વાત કરી કે મજુરાનાં લોકોનો આભાર કે, 27 વર્ષે મને સેવાનો મોકો આપ્યો. હું મજુરાનો દીકરો બનીને રહ્યો છું. પહેલા કોંગ્રેસે મને બાળક કહ્યો હતો પરંતુ તમે મારામાં વિશ્વાસ મુક્યો તે બદલ સૌનો આભારી રહીશ.
તો બીજી તરફ વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ઘણો સારો દેખાવ કર્યો હતો.પરંતુ આ વિધાનસભા છે એટલે પરિણામ શું આવે એ વધારે મહત્વનું છે.