અકસ્માતના કેસો રાજ્યમા વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમા ટ્રાફિકના નિયમોની લોક જાગ્રુતી માટે હાલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યુ છે. આ મામલે સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્યકુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીને પત્ર લખ્યો છે.
આ પત્રમા ધારાસભ્યએ કહ્યુ છે કે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવામા આવે કારણ કે પોલીસ રસ્તાઓ પર ઉતરી બેફામ ઉધરાણી કરી રહી છે. અકસ્માતોમાં મૃત્યુદર વધતો જોઈને કોર્ટે પણ સરકારને આ માટે પગલા લેવા આદેશ આ અગાઉ આપ્યા હતા. આ પછી અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારીનો હેતુ છે.
આ નિયમોના અમલ કરાવવા માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગ કરનારાઓ સામે વધુમાં વધુ કેસો નોંધવા આદેશ આપાયા છે. આ ડ્રાઈવ રાજ્યમા 6 માર્ચથી 15 માર્ચ સુધી અમલી રહેશે. આ વચ્ચે ભાજપ નેતાએ જ સરકારની આ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સર્શ સંધવીને આ ડ્રાઈવ રદ કરવાની માંગ કરતો પત્ર લખ્યાના સમાચાર બાદ હવે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.