સુરતના કામરેજ તાલુકાના પાસોદરામાં થયેલા હત્યા કેસમાં હવે એક ઓડિયો વાયરલ થયો છે.આ કથિત ઓડિયોમાં માથે ‘કાળ’ સવાર થયો હોય એ રીતે મિત્ર સાથે ગ્રીષ્માને મારવાની ફેનિલે વાત કરી. ગ્રીષ્માના હત્યાના દિવસે જ આ વાતચીત થઇ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયોમાં ફેનિલ સ્પષ્ટ રીતે ગ્રીષ્માની હત્યા કરીને પોતે ઝેર ખાઇને આત્મહત્યા કરીશ એવું કહેતા સાંભળી શકાય છે.
ફેનીલ એ તેના મિત્ર સાથે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા છેલ્લી વાતચીત કરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે એવું કહેવું છે કે ગ્રીષ્માના કાકા, ફુવા તેમણે અન્ય પરિવારના લોકો તેના ઉપર સતત હુમલો કરવા માટેનો પ્રયાસ કરતા હતા. એક વખત તેને મારવા માટે તેને ઘરે પણ આવ્યા હતા. ગ્રીષ્મા પરિવારજનો દ્વારા કેટલાક માણસોને મોકલીને તેને મારવા માટે વારંવાર પ્રયાસો કરતા હોવાનો તે ટેલિફોનિક વાતચીતમાં કહી રહ્યો છે. તે તેના મિત્રને ફોન ઉપર સ્પષ્ટ કહે છે કે હું હવે ગ્રીષ્માને મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ.
આ ઓડિયોમાં સાંભળવા મળતાં મુજબ, ફેનિલ કહે છે કે મારા અને ગ્રીષ્મા વચ્ચે સંબંધો હતા પરંતુ તેના ઘરમાં ખબર પડી ગયા બાદ ગ્રીષ્માએ મારા સોશિયલ મીડિયામાં ફેક રીતે વાત કરી બધુ મારાં પર ઢોળી દીધું હતું. આ ઘટના બાદ ગ્રીષ્માના પરિવારના સભ્યો તેને મારવા માટે ઘરે આવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.