મહેશ સવાણીની દાતારી વિશે સૌ કોઈ જાણે છે. પિતાવિહોણી દીકરીઓના લગ્ન હોય કે સમાજ સેવા દરેક કામમા તેમનુ નામ જોડાયેલુ હોય છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુખાવો થયો અને તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા જ્યાં તેમને હાર્ટ-એટેક આવયો હોવાનુ તબીબોએ જણાવ્યુ છે.
હાર્ટ-એટેકના સમાચાર મળતા જ પરિવારહનો અને શુભેચ્છકો ખબર જાણવા પી.પી.સવાણી હોસ્પિટલે દોડી આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. મહેશ સવાણીની સારવારમા ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા 2 દિવસથી તેમની તબિયત સારી ન હતી અને જે બાદ કાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે.
આ સાથે સવારે તેમના બ્લડ રિપોર્ટમા શુગર હાઈ જણાયુ જે બાદ હોસ્પિટલમા કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા તેમનું નિદાન શરૂ કરાયુ. આ પછી તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ તેમણે પાર્ટી છોડીઅને ફરી સમાજસેવામાં લાગી ગયા હતા. તેમણે પિતાવિહોણી દીકરીઓનાં લગ્ન કરાવીને સૌની દીલ જીતી લીધુ છે.