સુરતના એક પટેલ પરિવારે વહુ-દીકરીના સંબંધને લઈને એક શ્રેષ્ઠ ઉદાહરણ સમાજ સમક્ષ મૂક્યુ છે. દીકરાના મૃત્યુ બાદ આ પરિવારે પુત્રવધુને દીકરી જેમ રાખી. માત્ર આટલુ જ નહી પરિવારે તેના ફરી લગ્ન કરાવી તેને પોતાના ઘરેથી વિદાય આપી. આ દ્ર્શ્ય જોઈ વિદાય સમયે સૌકોઈની આંખો ભીની હતી. આ વિશે વિગતે વાત કરીએ તો સુરતના મોટી વેડ ગામમાં તળપદા કોળી પટેલ સમાજના દીપક ભાઈ પટેલ રહે છે.
તેમના પુત્રના લગ્ન થયા અને યુવકનું 15 મહિના પહેલા અકાળે અવસાન થઈ ગયુ. આ બાદ દીપકભઈએ પુત્રવધુને પોતાની દીકરીની જેમ રાખી હતી.
દીકરા મૃત્યુ બાદ તેમણે પુત્રવધુના અન્ય જગ્યાએ લગ્ન કરવાનું વિચાર્યું અને સારો છોકરો જોઈને લગ્ન નક્કી કર્યા. આ બાદ મોટી વેડ તેની જાન આવી હતી.
બસ હવે 3 દિવસ કાઢી નાખો, પછી આ 5 રાશિના લોકોને બખ્ખાં જ બખ્ખાં, જ્યાં હશો ત્યાં તમારી જ વાહ-વાહી થશે
મળતી માહિતી મુજબ દીકરીના પિતા જગદીશ ભાઈ અને દીકરીના કાકા સસરા દીપક ભાઇ વેડ બંનેએ મળીને દીકરીના લગ્ન કરાવ્યા. પરિવારની આ પહેલના આજે ચારેતરફ વખાણ થઈ રહ્યા છે. વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો જોવાં મળ્યાં હતાં.