ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે નડિયાદમાં લવ જેહાદના કિસ્સા બાદ અત્યાચારનો ભોગ બનેલી યુવતી રિચા (નામ બદલ્યું છે)ની આપવીતી હવે સામે આવી છે અને જે સાંભળીને કોઈને પણ રડવું આવી જશે. રિચા કહે છે કે 2020ના નવેમ્બરમાં મને ફેસબુક પર યાસર પઠાણની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. મેં રિકવેસ્ટ એક્સેપ્ટ ન કરી. એક દિવસ હું મારી મમ્મીને જૉબ પર મૂકીને પરત આવી ત્યારે એક છોકરો મને મળવા આવ્યો હતો. તેણે કહ્યું કે ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર હું પોતે જ છું. બાદમાં તે મને એકલામાં મળવાની કોશિશ કરતો અને મારો પીછો કરતો.
રિચા આગળ કહે છે કે પછી તેણે મારો નંબર લીધો એ પછી અમે ફોન પર વાતો કરતા. પરંતુ તેણે પોતાની ઓળખ વણકર જ્ઞાતિનો હોવાની આપી હતી એટલે મને અસલિયતનો ખ્યાલ નહોતો આવતો. બાદમાં યાસરે મને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે ઇન્ડિયા છોડી દેશું અને વિદેશમાં જતા રહીશું. બાદમાં તેણે મારી ઈચ્છા વિરુદ્ધ એકથી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ન માત્ર એટલું જ પણ પોલેન્ડ જવા માટેના વિઝાના નામે તેણે મારી પાસેથી 5 લાખ રૂપિયા પણ માગ્યા. હું પોલેન્ડ જવાની છું એવું મારા માતા-પિતા માનતા હોવાથી પોલેન્ડનો બનાવટી વિઝા બનાવી પણ નાખ્યો કે જે મેં મારા માતા-પિતાને બતાવ્યો હતો.
આગળ વાત કરતાં રિચા કહે છે કે મારા માતા-પિતાએ ઘરેણાં ગીરવે મૂકીને પોલેન્ડ જવા માટે રકમ મને આપી હતી. બાદમાં યાસરે આપણે દુબઈ જઈએ ત્યાં હું કમાઈને વધુ પૈસા ભેગા કરીશ એમ કહીને દુબઈ જવાની વાત કરી. 2021માં 10 ઓક્ટોબરે તેણે મારી દુબઈની ટિકિટ કરાવી મને એકલી મોકલી હતી. આગળ એવું બન્યું કે અમદાવાદ એરપોર્ટ પર જય કદમ મને મૂકવા આવ્યો. પરાગ રાજપૂત નામના એજન્ટે મને દુબઈ એરપોર્ટથી શારજહાના અરમાન સ્થિત અલ-મલીકા હોટલમાં સ્ટે આપાવ્યો. હોટેલ પહોંચ્યા પછી પહેલા તો હું ડરી ગઈ હતી, બીજી તરફ મારું 2 જ દિવસનું બુકિંગ હોવાથી રિસેપ્શન પરથી મને રૂમ ખાલી કરવા ફોન આવ્યો હતો. જેથી મેં એજન્ટ પરાગને ફોન કરી અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું.
રિચા કહે છે કે પરાગે મને જણાવેલ કે તમારા એજન્ટે જે રૂપિયા આપ્યા હતા, તે પૂરા થઈ ગયા છે. નાછૂટકે મેં પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા તે ડરી ગયો હતો અને શારજહાના યજમાન કરામા સ્થિત એક મુસ્લિમ પરિવારને ત્યાં લઈ ગયો હતો. જ્યાં હું 7 દિવસ મુસ્લિમ પરિવાર સાથે રહીં. મને ત્યાં જરાય ગમતું ન હતું, પરંતુ યાસરે થોડોક સમય વિતાવી લે, તેમ કહેતાં ગમેતેમ કરી દિવસ વિતાવ્યાં હતા. બાદમાં યાસરે દુબઈથી અમદાવાદની મારી ટિકિટ કરાવી હતી. 2021ની 5 નવેમ્બરે ભારત પાછી આવી. યાસર અને તેના પિતા જાબીરે મને રણમુક્તેશ્વર મહાદેવી મંદિર પાસે એક ભાડાના મકાનમાં રાખી હતી. ભાડાના મકાનમાં હું તમામ ઘરકામ કરતી અને યાસરને ખુશ રાખવાનો પ્રયાસ કરતી. પરંતુ ધીરે ધીરે યાસર અને તેના પરિવારની યાતનાઓ શરૂ થવા લાગી અને મારું જીવવું હરામ કરી નાખ્યું. જબરદસ્તી મને બુરખો પહેરાવી ઘરમાં ગોંધી રાખતો. તે ઘરની બહાર જાય તો પણ બહારથી તાળુ મારીને જતો હતો. યાસર મને ધર્મ અને જ્ઞાતિવાચક ગાળો બોલતો. ગુસ્સામાં તે મારી સાથે બિનકુદરતી સેક્સ કરી પીડા આપતો’
એનાથી પણ મોટી વાત કરતાં રિચાએ કહ્યું- દરમિયાન યાસરના પિતા જાબીરખાન અને ભાઈ ફૈઝલે વારાફરથી મારા ઘરે આવવાનું શરૂ કર્યું. તે જે રીતે મારી સાથે વાત કરતા અને મારા શરીરને અડકવાનો પ્રયાસ કરતા તેને લઈ એક સ્ત્રી તરીકે હું તેમની માનસિકતા સમજી ગઈ હતી. જાબીરખાને મારી સાથે હાથ પકડી જબરદસ્તી ગુપ્ત ભાગે અડવાનો પ્રયાસ કરતાં મે જોર જોરથી બૂમો પાડતાં તેઓ ઘરમાંથી ભાગી ગયા હતા. યાસરની સેક્સ ભુખને કારણે તે મને પીરીયડના સમયમાં પણ બળજબરી કરી સેક્સ કરતો. પછી તા.25 ફેબ્રુઆરીના રોજ યાસર અચાનક ગુમ થઈ ગયો. જે બાબતે મેં તેના પિતાને ફોન કરી પૂછતાં તેમણે સબ્ર કર આવી જશે એમ કહ્યું હતું. પણ 28 ફેબ્રુઆરીના રોજ તેમણે મને નોટીસ બતાવીને કહ્યું કે અમારે હવે યાસર સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે તે તારો પતિ છે, તો તું જાતે તેને શોધી લે. એ પછી હું યાસર ગુમ થયાની ફરિયાદ નોંધાવવા નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે ફરિયાદ બાદ પ્રથમ દિવસે જ યાસરના પરિવારના 7 સભ્યો અને પોલેન્ડના વિઝાની ફોટો કોપી બનાવનાર યુવક મળી કુલ 8ની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા. જોકે મુખ્ય આરોપી યાસરખાન પઠાણ ફરાર હોઈ તેને ઝડપી પાડવા માટે પોલીસે 2 ટીમો બનાવી હોવાનું ડીવાયએસપી એસ.ટી.એસ.સી.સેલ કે.સી.પટેલે જણાવ્યું હતું