ગુજરાત એટીએસ અને એનઆઈની ટીમ આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં પહોંચી હતી અને ત્રણ લોકોની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમા એનઆઈએ કોઈ મોટુ એકશન લે તેવી શકયતા છે. એનઆઈની ટીમે આ દરોડા દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની શંકાના હોવાના આધારે પાડ્યા છે અને કેટલાક શંકના દાયરામા રહેલા લોકોની પૂછપરછ કરી હતી જે બાદ ત્રણ શખ્સોની અટકાયત કરાઈ છે.
મળતી માહિતી મુજબ એનઆઈની ટીમ સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન આધારે આ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 3 લોકો દેશ વિરોધી કૃત કરવા માટે સક્રિય હોવાનુ જાણવા મળ્યુ હતુ. ભાગાતળાવ વિસ્તારમા રહેતા એક વ્યક્તિ દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી પ્રવૃતિઓ માટે ઉશ્કેરતા હોવાની વાત સામે આવી છે. આ વિશેના કેટલાક એવા દસ્તાવેજ પણ મળી આવતા એનઆઈની ટીમે તેમની અટકાયત કરી છે. આ સિવાય શકમંદે ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા પણ મળી આવ્યા છે.