હાલમાં રખડતા ઢોરનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં વિવાદના વંટોળે ચડ્યો છે. ત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથે સાથે જ માલધારી સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. એ જ અરસામાં સુરતમાં માલધારી સમાજના ગુરુ કનિરામ બાપુએ કહ્યું હતું કે તમને કાકંરી ફેંકતા આવડે તો અમને પણ સામે પથ્થરથી જવાબ આપતા આવડે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે નોટિસ આપ્યા વગર આ રીતે તબેલા દૂર કરવા એ અમાનવીય કૃત્ય છે. સરકારે પણ માલધારીઓની મુશ્કેલી સમજવી જોઈએ. ત્યારે આજે ફરીથી માલધારી સમાજમાં એક નવો જ સિલો ચીતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામના ડભોલી વિસ્તારમાં તબેલાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી એને લઈને ઘરે પડઘા પડતા જોવા મળ્યા હતા.
આજે મનપાની વિરોધમાં માલધારીઓ દ્વારા છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે મોટા હૈયાવાળા માલધારીઓ દ્વારા દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યુ હતું. સાથે જ વિરોધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. માલધારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કહેવામાં આવ્યું હતું કે અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સાધુ-સંતો પણ જોડાયા છે.
જો વાત કરીએ ગઈકાલની તો સુરતમાં દુધરેજના મહારાજ આવ્યા બાદ આજે પણ અન્ય સંતો વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવી રહ્યા છે, જેથી રોજે રોજ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન સ્થળે એકઠા થઈ રહ્યા છે. ડભોલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા માલધારીઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આજે વિરોધના ચોથા દિવસે મોટી સંખ્યામાં કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જો કે સરકાર અને મનપા આ વલણ બાદ શું કરે છે તે જોવાનું રહ્યું.
ગઈ કાલની વાત કરીએ તો સુરતમાં માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બાબુ રાયકા આજે માલધારી સમાજના ધરણાં સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાસકોને સ્પષ્ટ ચિંતા ઉચ્ચારી હતી કે, હાઇકોર્ટના હુકમનો બહાનો આગળ ધરીને માલધારીઓને ટાર્ગેટ આપ કરવામાં આવી રહ્યા છે. મેં અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે તમે ભોગવવા માટે તૈયાર રહેજો. સાથે જ તેમણે કહ્યું કે તમે જો કાંકરી ચાળો તો તેનો જવાબ અમને આપતા આવડે છે. જો તમે કાકરી મારશો તો એનો જવાબ અમે પથ્થરથી આપીશું.