હાલમાં ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 89 બેઠક પર ઉમેદવારો અને આમ જનતા મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહી છે. ત્યારે નવા આંકડા પ્રમાણે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24 ટકા મતદાન થયું છે. એ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી હળવા મિજાજમાં જોવા મળ્યા હતા. બન્ને નેતાઓએ કેન્દ્રીય વિદ્યાલય નજીક આવેલી ચાની કિટલી પર ચા પીવાની મોજ માણી હતી. જાણે પ્રથમ તબક્કાની ચૂંટણીનો થાક ઉતારતા હોય તે રીતે બન્ને નેતાઓએ ચા-પાણી કર્યાં હતાં. સાથે અનેક કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા.
તો વળી બીજી તરફ સુરત ઉત્તર વિધાનસભા બેઠક ઉપર કેટલાક વિસ્તારોમાં અડધો કલાક કરતા વધુ સમય સુધી લાઈટ ઈ હતી અને જેના કારણે મતદારો મુશ્કેલીમાં મુકાયા હતા. જેને પરિણામે લાંબી કથાઓ પણ લાગી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે મતદાન બુથ પાસે જ ધારણા પર બેસી જતા પોલીસે તેમને ઉઠાડવા માટે પ્રયાસો કરીને બોસની બહાર લઈ ગયા હતા. લાઈટ બંધ થતા ઉત્તર વિધાનસભા બેગમપુરા વિરમગામી મહોલ્લાની શાળામા વોટિંગ બંધ લાંબી લાઈનોથી મતદારો ત્રસ્ત થયા હોવાના આક્ષેપ કર્યા છે.
તો આ તરફ સુરતના મેયર હેમાલી બોઘાવાલા આજે સાયકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. એકલા જ મતદાન કરવા નીકળેલા હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવું ઓછું કરવું એ આપણી ફરજ છે. તેમ મતદાન કરીને પણ લોકશાહીને મજબૂત કરવી દરેકની ફરજ છે. જેથી મેં સાયકલ પર નીકળીને અનોખો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે.